રાજકોટના 5 જિલ્લા હાઈ એલર્ટ પર, ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ સહિત આ મંદિરો કિલ્લામાં ફેરવાયા!

Gujarat News

રાજકોટના 5 જિલ્લા હાઈ એલર્ટ પર, ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ સહિત આ મંદિરો કિલ્લામાં ફેરવાયા!
High AlertGujarat AlertBomb Blast In Delhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 290 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 171%
  • Publisher: 63%

Alert in all cities of Gujarat: દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત પોલીસ સતર્ક બની છે અને સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે.

Alert in all cities of Gujarat : દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત પોલીસ સતર્ક બની છે અને સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. રાજ્યના પોલીસ વડા ની સૂચના મુજબ, તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સૌથી માઠા સમાચાર, જાણો અંબાલાલ પટેલની ટાઢ ઉડાવતી આગાહીદૈનિક રાશિફળ 11 નવેમ્બર: ધન રાશિ માટે આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, ટેન્શનથી રાહત મળશે, આજનું રાશિફળગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ, લગ્નની સિઝન બગાડશે વરસાદ! અંબાલાલ પટેલની આ આગાહી વધારશે ચિંતા રાજકોટમાંથી એક મહત્વની ખબર સામે આવી રહી છે. રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાઓ , રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરને એલર્ટ પર મૂકાયા છે. રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે ઝી 24 કલાક સાથે કરેલ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી ન થાય તે માટે દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દરેક વિસ્તારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ તેજ બનાવાઈ છે.રાજ્યમાં તાજેતરમાં જ ત્રણ આતંકીઓની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ થઈ છે અને એ માટે રેન્જના તમામ જિલ્લાઓમાં ચેકિંગ સાથે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે લોકોમાં અપીલ કરી છે કે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ કે વાહન નજરે પડે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવી.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય મહાનગરોમાં જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. ખાસ કરીને શંકાસ્પદ વાહનોની તપાસ અને નાકાબંધી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સૌથી વધુ સંવેદનશીલ ગણાતા ગુજરાતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, અને અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોવાથી, પોલીસ અને સુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ધાર્મિક પરિસરોની આસપાસ સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ પણ તૈનાત તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ધાર્મિક પરિસરોની આસપાસ સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. હાલમાં ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી અને શાંતિ તથા સલામતી જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ હવે રાજકોટ પોલીસે પણ એક્શન મોડ અપનાવ્યો છે.શહેરની તમામ બ્રાન્ચો અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકવામાં આવી છે.GRP અને RPFની ટીમોએ રાજકોટ રેલવે સ્ટેશન પર તાત્કાલિક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે.ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી મુસાફરોના લગેજ, વાહનો અને પાર્સલ વિભાગમાં મોકલાતા સામાનનું કડક સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ઉપરાંત બસ પોર્ટ અને એરપોર્ટ પર પણ હાઈ સિક્યુરિટી ગોઠવાઈ છે. રાજકોટથી અવરજવર કરતી તમામ ટ્રેનોમાં ચેકિંગ અભિયાન તેજ બનાવાયું છે.સુરક્ષા એજન્સીઓ ચોવીસે કલાક મોનીટરીંગમાં લાગી ગઈ છે જેથી શહેરમાં કોઈ અણધાર્યો બનાવ ન બને.બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય જાહેર સ્થળો, ખાસ કરીને વલસાડ એસ.ટી. ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ સ્થળો પર પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે અને આવતા-જતા તમામ મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.પોલીસ દ્વારા મુસાફરોના સામાન, બેગ અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરવાની સાથે તેમના જરૂરી ઓળખ પુરાવાઓ પણ તપાસવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે કે, જો કોઈ પણ નાગરિકને કોઈ શંકાસ્પદ વસ્તુ બિનવારસી હાલતમાં દેખાય અથવા કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જણાય, તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.સોમનાથ મંદિરે હાઇ એલર્ટ: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ કિલ્લામાં ફેરવાયું! દેશની રાજધાની દિલ્હીમાં થયેલા ભીષણ બ્લાસ્ટના પગલે, ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હાઇ એલર્ટ પર મુકાયું છે. સમગ્ર પરિસરમાં સુરક્ષા એજન્સીઓનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભક્તોની સુરક્ષા માટે મંદિરને જાણે અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.સોમનાથ મંદિરની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સતત ચકાસણી કરી રહી છે. પરિસરના ખૂણે-ખૂણામાં, ઝાડ-પાનની નીચે અને દરેક સંભવિત જગ્યાએ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કમાન્ડો તૈનાત: ઓટોમેટિક રાઇફલથી સજ્જ કમાન્ડોઝ તત્પરતા સાથે પોઝિશન સંભાળીને ઊભા છે. પોલીસનો ધામા: નાયબ પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પરિસરમાં જ સ્ટેન્ડબાય છે અને સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. સમુદ્રી પેટ્રોલિંગ: સોમનાથ મંદિર દરિયા કિનારે આવેલું હોવાથી, દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે બોટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. હોર્સ પેટ્રોલિંગ: મંદિર આસપાસના વિસ્તારોમાં ઝડપી નિરીક્ષણ માટે ઘોડેસવાર પેટ્રોલિંગ પણ તૈનાત કરવામાં આવ્યું છે.સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને નીચેની બાબતો પર ચાંપતી નજર રાખી રહી છે. બિનવારસી સામાન: મંદિરની આસપાસ કે અંદર પડેલા કોઈપણ બિનવારસી સામાનની તુરંત તપાસ કરવામાં આવી રહી છે. ડસ્ટબીન અને મશીનરી: સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, ડસ્ટબીન અને પરિસરમાં રાખેલી મશીનરીનું પણ ઝીણવટભર્યું ચેકિંગ થઈ રહ્યું છે. વાહનોની તપાસ: મંદિર પરિસરમાં આવતા-જતા દરેક બાઇક અને કારની સગન તલાશી લેવામાં આવી રહી છે. આ હાઇ એલર્ટ સૂચવે છે કે દિલ્હીમાં બનેલી ઘટના બાદ ગુજરાત પોલીસ રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈને અત્યંત ગંભીર છે અને આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરgujaratdharmendra deathરીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો વળાંક, રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડરBihar Assembly Election 2025Guru Vakri 2025delhi bomb blastન બ્લાસ્ટની જગ્યાએ થયો ખાડો, ન મૃતકોના શરીરમાંથી મળ્યા ખિલ્લીઓ-તાર; આ કેવો બ્લાસ્ટ?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

High Alert Gujarat Alert Bomb Blast In Delhi Tight Security Religious Places Delhi Latest News Delhi News Live Delhi News Today Today News Delhi Delhi Blast National Investigation Agency CCTV Footage Investigation Red Fort Explosion Delhi Police Investigation Forensic Science Laboratory

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gujarat High Court Bomb Threat: गुजरात हाईकोर्ट को मिली बम से उड़ाने की धमकी, तलाशी अभियान जारीGujarat High Court Bomb Threat: गुजरात हाईकोर्ट को मिली बम से उड़ाने की धमकी, तलाशी अभियान जारीBomb Threat: Gujarat High Court receives bomb threat, search operation underway Gujarat High Court Bomb Threat: गुजरात हाईकोर्ट को मिली बम से उड़ाने की धमकी, तलाशी अभियान जारी
Read more »

Gujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरतीGujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरतीGujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरती Gujarat Surat Doctors praying in front of Asaram राज्य | गुजरात
Read more »

IMD Declares Red Alert: Heavy Rain Warning For Gujarat, Bengal, North-East And South IndiaIMD Declares Red Alert: Heavy Rain Warning For Gujarat, Bengal, North-East And South IndiaThe IMD has issued a Red Alert for Gujarat and intense heavy rain warnings for Bengal, Northeast, and South India. Know the full forecast details and check the Mumbai & Pune rain updates for the coming week.
Read more »

Gujarat: गुजरात में नए मंत्रिमंडल का शपथ ग्रहण समरोह आज, इन नेताओं को मिल सकती है जगहGujarat: गुजरात में नए मंत्रिमंडल का शपथ ग्रहण समरोह आज, इन नेताओं को मिल सकती है जगहGujarat: गुजरात में नए मंत्रिमंडल का शपथ ग्रहण समरोह आज, इन नेताओं को मिल सकती है जगह Gujarat New Minister Oath Ceremony Today राज्य
Read more »

ગુજરાત પર મોટી આફત : આગામી 24 કલાક સાચવજો, 27 થી 31 ઓક્ટોબર સુધીની વરસાદની આગાહીગુજરાત પર મોટી આફત : આગામી 24 કલાક સાચવજો, 27 થી 31 ઓક્ટોબર સુધીની વરસાદની આગાહીGujarat Cyclone Montha IMD Alert: રાજ્યના ખેડૂતો માથેથી હજુ કમોસમી વરસાદનું નથી ટળ્યું સંકટ...આજથી 31મી સુધી વરસશે ભારે વરસાદ...આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Read more »

Gujarat News: गुजरात में 15 मिनट बाद जिंदा हो गया मृत युवक, डॉक्टर हैरान; परिवार ने कहा- ये ईश्वर का चमत्कार हैGujarat News: गुजरात में 15 मिनट बाद जिंदा हो गया मृत युवक, डॉक्टर हैरान; परिवार ने कहा- ये ईश्वर का चमत्कार हैGujarat News: गुजरात में 15 मिनट बाद जिंदा हो गया मृत युवक, डॉक्टर हैरान; परिवार ने कहा- ये ईश्वर का चमत्कार है Gujarat Man Alive after 15 Minutes of Death राज्य
Read more »



Render Time: 2026-04-01 22:12:05