Monsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
Monsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી , 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે દૈનિક રાશિફળ 4 જૂન: આજનો દિવસ સફળ છે, પરંતુ વાણી અને વર્તનને સંતુલિત રાખવા, વાંચો આજનું રાશિફળનતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતાગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી આવી ગઈ છે.
આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું આવશે. હવામાન વિભાગે કહ્યું- આ વર્ષનું ચોમાસું સારું રહેશે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 8-9 જૂને રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું. તો ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું.વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવ અને સામાન્ય વરસાદની આગાહી છે.પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર સામાન્ય વરસાદની આગાહીરાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકી, ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓ પરેશાન થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે. મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીLok Sabha election 2024 resultLok Sabha election 2024 resultLok Sabha Election 2024 Lok Sabha Chunav Result Live: કોના શિરે જનતાએ સજાવ્યો તાજ? થોડીવારમાં શરૂ થશે મતગણતરી, પળેપળની અપડેટ જાણોAnkletsફાયદાની વાત: 90% લોકો કન્યૂઝ હોય છે પેટ્રોલ કાર ખરીદવી કે ડીઝલ? આ રહ્યો જવાબજો કોઈને બહુમતી ન મળે તો બંધારણની રક્ષા કરો, 7 પૂર્વ જજોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર₹1 શેર છ મહિનામાં 172 રૂપિયા પર પહોંચ્યો, 1 લાખના બની ગયા 1 કરોડ રૂપિયા
Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast June જુન મહિનો Ambalal Patel અંબાલાલ પટેલ Dust Strom આંધી તોફાનની આગાહી મહાતોફાન Monsoon Arrival દેશમાં સત્તાવાર ચોમાસું બેસ્યું કેરળમાં વરસાદનું આગમન Monsoon Update
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલરાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Read more »
મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Read more »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
Read more »
અમદાવાદમાં વરસાદની આગાહી : તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદGujarat Weather Forecast : રાજ્યમાં ભરઉનાળે છવાયો વરસાદી માહોલ... 60 તાલુકામાં પડ્યો વરસાદ.. નર્મદાના ગરૂડેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ.. તો અન્ય તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ...
Read more »
ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
Read more »
ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન સાથે વરસાદની શક્યતા, હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહીGujarat Weather: રાજ્યમાં પડી રહેલી ભારે ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની માહિતી આપી છે.
Read more »
