રાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ છે. તેમણે કહ્યું કે 10થી 14 મે વચ્ચે ભારે આંધી વંટોળ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 20 મેથી ફરી ગરમી વધશે. રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. મંગળવાર અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અમદાવાદમાં 48 કલાકમાં 4 ડિગ્રી તાપમાન વધ્યુ હતું. હીટવેવના કારણે અમદાવાદના લોકો રીતસરના અકળાય હતા. તો મંગળવારે રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો 43.5 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ શહેર રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. મંગળવારે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવ્યા હતા. રાજકોટના વિંછીયાના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો. વીંછીયા, થોરિયાળી, પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાક્યો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. તો અમરેલીમાં ઢળતી સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે આકાશમાં અચાનક વાદળો ઘેરાયા હતા. જેથી અમરેલી શહેર સહીત કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે વરસાદ છતાં અમરેલી જિલ્લામાં ગરમીથી કોઈ રાહત નથી. સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ભુતિયા, ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં માવઠું પડ્યુ હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલRanchi Famous PlaceWho is Mona Patel
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Read more »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »
ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
Read more »
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.
Read more »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Read more »
Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટGujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
Read more »
