Kinjal Daves engagement after Controversy: ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈને લઈને મામલો ગરમાયો છે. કિંજલ દવેના પરિવારનો પાંચ પરગડા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે.
'કિંજલને પૈસાનું અભિમાન આવ્યું છે, પરિવારના બહિષ્કારનો નિર્ણય યોગ્ય', સમાજના સમર્થનમાં હેમાંગ રાવલ!કિંજલ દવેની સગાઈ બાદ સર્જાયો વિવાદ. કિંજલ દવે અને તેના પરિવાર નો પાંચ પરગડા દ્વારા કરવામાં આવેલ બહિષ્કાર મામલો.
પાંચ પરગડા બહિષ્કાર મામલે કિંજલ દવે એ પોતાનું મૌન તોડી વિડિઓ જાહેર કર્યો. કિંજલ દવેના વિડિઓ સામે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલ ની પ્રતિક્રિયા. હેમાંગ રાવલ બહિષ્કારના સમર્થનમાં....2026નું વર્ષ આ રાશિઓ માટે ખુબ ભારે, શનિ-મંગળ, રાહુ-કેતુ તબાહી મચાવશે, જે કામ હાથમાં લેશો પુષ્કળ નુકસાનના યોગડિસેમ્બરમાં વાતાવરણ ડામાડોળ થશે! તારીખ સાથે આ વિસ્તારોમાં અંબાલાલની 2 ઈંચ વરસાદની આગાહીદૈનિક રાશિફળ 15 ડિસેમ્બર: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો રહેશે, કામમાં ગંભીરતા લાવવી જરૂરી, વાંચો આજનું રાશિફળ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈને લઈને મામલો ગરમાયો છે. કિંજલ દવેના પરિવારનો પાંચ પરગડા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. જી હા..આ સમગ્ર મામલે કિંજલ દવેએ પોતાનું મૌન તોડી એક વીડિયો જાહેર કર્યો હતો, જેના પગલે સમાજના આગેવાનો તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે.વિવાદ વધ્યો...કિંજલ દવેએ મૌન તોડ્યું! પાંચ પરગડા સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કારનો નિર્ણય લેવાયા બાદ કિંજલ દવેએ એક વીડિયો સંદેશ દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે, આ વીડિયોમાં કરવામાં આવેલા નિવેદનો બાદ બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. હેમાંગ રાવલે સમાજ દ્વારા લેવાયેલા બહિષ્કારના નિર્ણયને ખુલ્લું સમર્થન પુરું પાડ્યું છે.બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય છે. તેમણે કિંજલ દવેના વીડિયોનો વિરોધ કરતાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કિંજલ દવેને પૈસાનું અભિમાન આવ્યું છે. સમાજે જે નિર્ણય લીધો છે તે બરાબર છે. સમાજે તેમના નિયમને લઈને જ બહિષ્કાર કર્યો છે. કિંજલ એક નામચીન વ્યક્તિ છે, અને જ્યારે આવી વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે, ત્યારે સમાજમાં ખોટો મેસેજ જાય તેનો વિરોધ છે.તેમણે ઉમેર્યું હતું કે, કિંજલ દવે જો બાળ લગ્ન સમાજમાં થતા હોય તો જણાવે, સમાજ તેની સામે પગલાં લેશે. તેમને ખોટી વાતો ન કરવી જોઈએ." હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું કે સમાજે કિંજલ દવેને અગાઉના દરેક વિવાદો અને દરેક રીતે સ્વીકાર્યા છે. જોકે, આ વખતે સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે, જેનો વિરોધ અનિવાર્ય છે. હેમાંગ રાવલે ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો બ્રહ્મ સમાજ દ્વારા કાયદાકીય લડત પણ આપવામાં આવશે.પાંચ પરગડા બ્રહ્મ સમાજના નિયમો અનુસાર, સગાઈ કે લગ્ન પહેલાં યુવક-યુવતીને જન્મના આધારે બ્રહ્મ સમાજના ગોળમાં મુકવામાં આવે છે. સમાજનું કહેવું છે કે કિંજલ દવે અને તેના પરિવારે આ નિયમનું પાલન કર્યું નથી અને સીધી સગાઈની જાહેરાત કરી દીધી હતી, જેના કારણે સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને અંતે પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.ઉલ્લેખનીય છે કે, આ વિવાદ હવે કિંજલ દવેના વીડિયો અને હેમાંગ રાવલની પ્રતિક્રિયા બાદ વધુ વકર્યો છે, અને સમાજ તેમજ સેલિબ્રિટી કિંજલ દવે વચ્ચેના બંધારણીય નિયમોની ચર્ચાએ જોર પકડ્યું છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરGujarati Singerહવે સહેજ પણ નહીં ચાલે! PM કિસાનના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂતે કરવું પડશે આ કામ!8th Pay Commission newsમાત્ર 10 રૂપિયામાં મોતનો સામાન! ગાંજો પ્રતિબંધિત તો 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણKinjal DaveZelensky Conditions for Ceasefire
Kinjal Dave Kinjal Dave's Engagement Controversy Kinjal Dave's Engagement Hemang Rawal Hemang Rawal Supports Boycott Panch Pargada
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kinjal Nanda: ভাই হিসাবে বাঁচাতে পারিনি, তাই যতদিন না... ভাইফোঁটায় আক্ষেপ কিঞ্জলেরKinjal Nanda share a post to Seeking justice for Abhya on bhaiphota
Read more »
Kunal Kamra Controversy: कुछ जिंदगी में कर नहीं...Shinde पर कुणाल के तंज बार गुस्साई Kangana RanautKunal Kamra Controversy: कुछ जिंदगी में कर नहीं...Shinde पर कुणाल के तंज बार गुस्साई Kangana Ranaut KunalKamra EknathShinde ShivSena ComedyVsPolitics FIR FreedomOfSpeech IndiaNews Controversy
Read more »
Taylor Swift engagement ring cost: ৪,৮২,৩৩,০৭৫ টাকার আংটি! বাগদান সারলেন টেলর সুইফট! সোশ্যাল মিডিয়ায় নিজেই জানালেন...Taylor Swift announced her engagement with Travis Kelce Engagement Ring price will shock you
Read more »
કિંજલ દવેની સગાઈ થતા પૂર્વ મંગેતર પવન જોશીનું દર્દ છલકાયું, કાળજા પર બાણ વાગે તેવા શબ્દો વાપર્યાGujarati Singer Kinjal Dave Engaged : ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈની જાહેરાત કરી, ત્યારે પૂર્વ મંગેતર દિલ તૂટ્યાની પોસ્ટ મૂકી
Read more »
ચૂપચાપ સગાઈ કરી લેનાર કિંજલ દવે પહેલીવાર મંગેતર સાથે જાહેરમાં જોવા મળી, VideoKinjal Dave Engagement : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કિંજલ દવેએ તેના મંગેતર સાથે સગાઈ બાદ હાજરી આપી
Read more »
મારા પિતા પર વાત આવશે તો હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું..., કિંજલ દવેએ ઠાલવ્યો બળાપોKinjal Dave Intercaste Engagement Controversy: ગુજરાતી લોકગીતોની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. આ બહિષ્કારનો નિર્ણય પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આંતરજ્ઞાતિય સગાઈના મામલે લેવામાં આવ્યો છે.
Read more »
