Rajkot Student Died In School Picnic : રાજકોટની નવયુગ સ્કૂલના 13 વર્ષીય વિધાર્થીનું પ્રવાસ દરમ્યાન ડૂબી જવાથી મોત. દીકરાના મૃતદેહે જોઈ માતાપિતા પર આભ તૂટી પડ્યું
Rajkot Student Died In School Picnic : રાજકોટની નવયુગ સ્કૂલના 13 વર્ષીય વિધાર્થીનું પ્રવાસ દરમ્યાન ડૂબી જવાથી મોત. દીકરાના મૃતદેહે જોઈ માતાપિતા પર આભ તૂટી પડ્યું 30 ડિસેમ્બરથી આ 4 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર, શુક્રનું નક્ષત્ર ગોચર કરાવશે ધનલાભ !Shanidev Shani Gochar: 2026માં આ 3 રાશિઓ પર શનિદેવની રહેશે અઢળક કૃપા, ઈચ્છાપૂર્તિનો સમય, અચાનક થવા લાગશે ચારેકોરથી લાભ!રાજકોટની નવયુગ સ્કૂલના એક વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે.
સોમનાથ પ્રવાસ દરમિયાન આ કરુણ ઘટના બની છે. જેમાં પરિવારએ પોતાનો કુલદીપક ગુમાવ્યો છે. ત્યારે હોસ્પિટલમાં વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ માતાપિતાનો વલોપાત ભલભલાનું હૈયુ ચીરી દેશે. સાસણ સ્થિત ધ ગીર ગેટ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નવયુગ સ્કૂલના ધોરણ ૮માં અભ્યાસ કરતા હાર્દિક બારૈયાના ડૂબવાની ઘટના બની હતી. આ ઘટનામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી રહી હોવાના આરોપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. હાર્દિકના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.આ મામલે જવાબદારી કોની, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.પ્રવાસમાં સ્વિમિંગ માટે કોઈ યોજના નહોતી, છતાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલ તરફ ગયા ત્યારે 13 વર્ષીય હાર્દિક બારૈયા નામના વિદ્યાર્થીના મોતના મામલે નવયુગ સ્કૂલના સંચાલક તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય જયદીપ જલુએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, બનેલી ઘટના અત્યંત દુઃખદ છે અને શાળાના 26 વર્ષના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન આવી કોઈ ઘટના અગાઉ ક્યારેય બની નથી. પ્રવાસ સંદર્ભે ડીઈઓ કચેરીને અગાઉથી જાણ કરવામાં આવી હતી તેમજ તમામ એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું. રિસોર્ટ ખાતે માત્ર વિદ્યાર્થીઓ માટે ભોજનનું આયોજન હતું. સ્વિમિંગ માટે કોઈ પ્રકારની યોજના નહોતી. તેમ છતાં બનાવ સમયે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલ તરફ ગયા હોવાનું સામે આવ્યું છે અને આ ઘટના નજરચૂકના કારણે બની હોવાનું અનુમાન છે. સમગ્ર મામલે મેંદરડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન જે કોઈ જવાબદાર ઠરશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળા દ્વારા પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.13 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક બારૈયાના દુઃખદ મોતની ઘટનાને લઈને શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે નિવેદન આપ્યું છે. દીક્ષિત પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 24/10/2024ના રોજ શાળાઓના પ્રવાસ સંદર્ભે સ્પષ્ટ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ કોઈપણ શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતાં પહેલાં સંબંધિત સ્થાનિક શિક્ષણ વિભાગીય કચેરી પાસેથી ફરજિયાત મંજૂરી લેવી આવશ્યક છે. નવયુગ સ્કૂલ દ્વારા 145 બાળકો તેમજ 14 શિક્ષકો સાથે પ્રવાસમાં જવાની મંજૂરી માંગવામાં આવી હતી. ગત 11 ડિસેમ્બરના રોજ વિભાગીય કચેરીને તે બાબતે મંજૂરી સંદર્ભે ફાઈલ પણ સબમીટ કરાવવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ શિક્ષણ વિભાગની સાથો સાથ પોલીસ વિભાગ પાસેથી પણ મંજૂરી તથા જરૂરી બંદોબસ્તની માંગણી કરવી ફરજિયાત હોઈ છે.હાર્દિક બારૈયાના મોતના બનાવને ધ્યાનમાં રાખીને સમગ્ર ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી રચવામાં આવી છે. કમિટી દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવશે અને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જો કોઈની બેદરકારી બહાર આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. આ તરફ, બનાવ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા પણ અલગથી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાના સાચા કારણો સ્પષ્ટ થશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.આ સમગ્ર ઘટનાએ શાળા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ પરિવારજનો પોતાના લાડકા પુત્રને ગુમાવી અવિરત શોકમાં ગરકાવ છે. તો બીજી તરફ શાળા સંચાલન, શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા અલગ-અલગ સ્તરે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે ક્યાં અને કેવી રીતે બેદરકારી દાખલ થઈ અને આ દુર્ઘટનાની જવાબદારી કોની બને છે. હાલ તો હાર્દિક બારૈયાના અકાળ અવસાનથી સમગ્ર રાજકોટ સહિત શૈક્ષણિક જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અને સૌની નજર હવે તપાસના અંતિમ નિષ્કર્ષ પર મંડાયેલી છે.ઘટના બાદ માતાપિતા વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈને ચોધાર આસુંએ રડી પડ્યા હતા. મૃતક હાર્દિક બારૈયાના પિતાનો વીડિયો સામે આવ્યો છે. મૃતદેહ પાસે જઈ પિતાએ કહ્યું હતું કે, ‘ઉઠ બેટા પપ્પા આવ્યા. મારા દીકરા જો પપ્પા આવ્યા...’ તો માતા પણ બોલી રહ્યા છે કે, ઉઠ બેટા, ઉભો થા, હોંકારો દે મારા વ્હાલા....’ હૃદય કંપાવી નાંખે તેવા શબ્દોથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.રાજકોટમાં વિદ્યાર્થીના મોત મામલે મંત્રીનું મૌન જોવા મળ્યું. મીડિયા સમક્ષ સવાલ કરતાં મંત્રીએ જવાબ આપવાનો ટાળ્યો હતો. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને આ અંગે સવાલ કરતાં તેઓએ મોઢું ફેરવી લીધું હતું. હિંમતનગરના એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી હાજર હતા, ત્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો.નવયુગ સ્કૂલના પ્રવાસમાં વિદ્યાર્થીના મોતનો મામલે યુથ કોંગ્રેસના આગેવાન રોહિત રાજપુતે કહ્યું કે, સરકારે બનાવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની જવાબદારી શાળાની હોય છે. પ્રાથમિક રૂપથી આ ઘટનામાં શાળા બેજવાબદાર હોઈ તેવું લાગી રહ્યું છે. જે કોઈ પણ આ ઘટનામાં જવાબદાર હોઈ તેની સામે પગલાં અને કાર્યવાહી થવી જોઈએ.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ‘ઉઠ બેટા ઉભો થા, મારા દીકરા જો પપ્પા આવ્યા...!’ દીકરાની લાશને વળગીને રડી પડ્યા માતાપOrange Peel: સંતરા કરતાં પણ વધુ ફાયદો કરે છે તેની છાલ, ફાયદા જાણીને દંગ રહી જશોગુજરાત પોલીસને પાવર કોણે આપ્યો? અમદાવાદ-સુરતમાં પોલીસનું નાગરિકો સાથે આવું વર્તનrelationshipપંડ્યા અને બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાંથી થશે બહાર? રિપોર્ટમાં મોટો ખુલાસો
Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
राजकोट गेम जोन हादसे का VIDEO: वेल्डिंग से निकली चिनगारी 2 मिनट में भड़की; बुझाने की कोशिश करते दिखे गेम जोन...Gujarat Rajkot Game Zone Fire Accident Video CCTV Footage Updates. Follow Rajkot TRP Game Zone Latest News, Photos, Videos On Dainik Bhaskar (दैनिक भास्कर)
Read more »
Mid-Day Meal: মিড-ডে মিলে ড্রাগন ফ্রুট! স্কুলের ছাদেই চাষ করলেন শিক্ষকরা...School teachers cultivate dragon fruit on School terrace served to student in mid day meal
Read more »
Bansdroni Accident:মহালয়ার সকালে মর্মান্তিক দুর্ঘটনা, টিউশন যাওয়ার পথে স্কুলছাত্রকে পিষে দিল জেসিবিSchool student died in accident in Bansdroni in Kolkata
Read more »
School Girl Raped: পিকনিকে নিয়ে গিয়ে বর্বর শিক্ষকের লালসার শিকার ছাত্রী! জানালেই...teacher allegedly assaulted school girl while taking out of picnic
Read more »
Lucknow Shocker: মর্মান্তিক! জমিজমা বেচে সঞ্চয় ১৩ লক্ষ, দরিদ্র বাবার সব টাকা অনলাইন গেমে খুইয়ে লজ্জায় আত্মঘাতী ক্লাস সিক্সের খুদে...12 years student dies by suicide after losing Rs 13 lakh in online game in Lucknow
Read more »
Rajkot Horror: ৬-র শিশুর গোপনাঙ্গে রড! ধর্ষণের পর নারকীয় নির্যাতন... ভয়াবহ বর্বরতা BJP রাজ্যে...Rajkot Horror: rod inserted in private part, 30 years old youth arrested for raping 6-year-old-girl in Rajkot Gujrat
Read more »
