કોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.
Home in Gujarat: કોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી.
જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.ગુજરાત રહેવા માટે બેસ્ટ છે એ સૌ કોઈ જાણે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઈમ રેટ પણ ઓછો છે. અહીં સુખ-શાંતિ અને સલામતીનો અહેસાસ થાય છે. તેથી ગુજરાતમાં ઘર લેવાનું દરેકનું સપનું હોય છે. તમારું પણ આ સપનું હવે સરળતાથી સાકાર થઈ શકે છે. સરકાર તમારા માટે કરી રહી છે ખાસ વિચારણા.જોકે, જંત્રી વધતાં ઘર ખરીદનાર માટે સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફીનો ખર્ચ વધ્યો હતો. ૨૦૨૩-૨૪માં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી સરકારની આવકમાં ૬૦%નો વધારો થયો હતો. સરકારને એક વર્ષના ગાળામાં આ બંનેમાં રૂ. ૧૩,૭૩૧ કરોડની આવક થઈ હતી. હવે નિયમોમાં થઈ શકે છે મોટો બદલાવ. ગુજરાતમાં હવે ઘર થઈ શકે છે સસ્તા. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોની વ્યથા દૂર કરવા ગુજરાત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય. સરકારના આ નિર્ણયથી દરેકને મળી શકે છે ઘરનું ઘર. મોંઘવારીના જમાનામાં પણ ઘર તમને નહીં પડે મોંઘું. ગત વર્ષે એપ્રિલમાં ગુજરાત સરકારે જંત્રીના દર બમણા કર્યા હતા તેના કારણે આ બંનેમાં પણ વધારો થયો હતો અને તેના કારણે નવું ઘર ખરીદતા લોકો ઉપર ભારણ પણ વધ્યું હતું.રિયલ એસ્ટેટ સેક્ટર ઘણા સમયથી સ્ટેમ્પ ડયૂટીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માગણી કરી રહ્યું છે. ખાસ કરીને રૂ. ૭૫ લાખ સુધીના મકાનો માટે - સ્ટેમ્પ ડ્યૂટી અડધી કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.નવું મકાન કે કોમર્શિયલ પ્રોપર્ટીની ખરીદી પર લાગતી સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફ્રીના કારણે ખર્ચ વધી જતો હોય છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં રાજ્યોને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાનું સૂચવ્યું હતું. આ ઉપરાંત રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફથી પણ ઘણા સમયથી આમાં ઘટાડો કરવા અંગે માગ કરવામાં આવતી હતી. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવા ગુજરાત સરકારની વિચારણા, મકાન ખરીદનારને થશે લાભ...ગુજરાતમાં પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર ૪.૯% સ્ટેમ્પ ડ્યૂટી અને તેના પર વધારાની ૧% રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. ભારત સરકારના સૂચન બાદ ગુજરાત સરકાર લોકો પર નાણાકીય બોજ ઘટાડવા રજિસ્ટ્રેશન ફ્રી તથા સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. આ માટે રેવન્યૂ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કેટલો ઘટાડો કરી શકાય તેનો અભ્યાસ કરી રહ્યા છે. બે મહિનાની અંદર તેના વિશે કોઈ જાહેરાત થાય તેવી શક્યતા છે. એમાંય જો તમે ગુજરાતમાં મકાનની ખરીદી મહિલાના નામે કરો છે તો રજિસ્ટ્રેશન ફી લાગતી નથી. જેને કારણે તમને આ મુદ્દે પણ એક મોટો ફાયદો થાય છે.Gujarat weather updateરાશિફળ 5 ઓગસ્ટ: પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે કઈ કઈ રાશિ પર થશે મહાદેવની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળઆ છે ભારતની ટોપ-5 સરકારી શાળા, એકવાર એડમિશન થઈ ગયું તો બધા સપના થઈ જશે સાકાર
Gujarat News Government Of Gujarat Stamp Duty And Registration Bank Home Loan Income Stamp Duty ઘરનું ઘર સપનાનું ઘર સ્ટેમ્પ ડ્યૂટી રજિસ્ટ્રેશન ફી ગુજરાત સરકાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
Read more »
હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
Read more »
જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
Read more »
અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
Read more »
દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડલો હવે ગુજરાત યુથ કોંગ્રેસના નેતા દારૂ વેંચતા ઝડપાયા છે. એલસીબીએ કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતાને જેલ હવાલે કર્યાં છે.
Read more »
India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.
Read more »
