હવે ગુજરાતમાં શરૂ થશે ડોર-ટુ-ડોર પ્રચાર; 7મીએ 4.97 કરોડ મતદારો દેખાડશે મતનો પાવર!

LOK SABHA ELECTION 2024 News

હવે ગુજરાતમાં શરૂ થશે ડોર-ટુ-ડોર પ્રચાર; 7મીએ 4.97 કરોડ મતદારો દેખાડશે મતનો પાવર!
STOP THE ELECTION CAMPAIGNલોકસભા ચૂંટણી 2024ચૂંટણી પ્રચાર પડઘમ શાંત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 232 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે ભાજપ નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે ભાજપ નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાંજે પાંચ વાગતાની સાથે જ પ્રચાર પડઘામ શાંત થઈ ગયાં છે, તેની સાથે જ હવે નેતાઓ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે.

Benefits Of Arbi Leaves1 વર્ષ બાદ મંગળ કરશે પોતાની પ્રિય રાશિ મેષમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારોગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જોકે, જાહેરસભા, રેલીઓ કે ચૌપાલ જેવા કાર્યક્રમો નહીં કરી શકે. સાંજે 6 કલાક બાદ શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. આ સાથે રેલી અને જનસભા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાશે. બરાબર 50 દિવસના ચૂંટણી પ્રચાર પછી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર મંગળવારે સાતમી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તો મતદાન આડે હવે માત્ર એક દિવસ બાકી છે એના પહેલાં ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. હવે કોઈ પણ નેતા સીધી રીતે જાહેર સભા કે રેલી કરીને ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. હવે શરૂ થશે ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર. મંગળવારે લોકસભાની 25 ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. તો વર્ષ 2024ના મહાસંગ્રામ માટે હવે મતદાનની ઘડીઓ નજીક આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં આ વખતે લડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ઉમેદવાર ઊભા રાખ્યા છે. તો આ વખતનો મુકાબલો રોમાંચક બની ચૂક્યો છે. સુરતમાં એક સીટ પર ભાજપ પહેલેથી બિનહરીફ વિજેતા બની ચૂકી છે. અને હવે બાકીની 25 બેઠકો પર 7મી મે મંગળવારે મતદાન થશે. રાજ્યમાં આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે. જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. ખાલી અમદાવાદમાં 60 લાખથી વધુ મતદારો છે. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યની 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 07/05/2024ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.તા.૦૭,મે ના રોજ મતદાનના દિવસે સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે. તે મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત"અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર કરેલ છે તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. નોંધનીય છે કે, ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં આજે ભાજપે બાઈક રેલી કાઢી અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. જેમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડાના નડીયાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તો નવસારી બેઠક પરથી લડી રહેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતના અનેક વિસ્તારોમાં ફરીને પ્રચંડ પ્રચાર કર્યો હતો, તો આ તરફ સુરતના મજૂરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા અને વિશાળ બાઈક રેલી કાઢીને પ્રચાર કરતા જોવા મળ્યાં હતા. તો રાજકોટ બેઠક પરથી લડી રહેલા પરશોત્તમ રૂપાલાએ પણ ભવ્ય બાઈક રેલી કાઢી હતી. જેમાં ભાજપના મોટા મોટા નેતાઓ જોડાયા અને પ્રચારના અંતિમ દિવસે પ્રચંડ પ્રચાર કર્યો હતો.ચૂંટણી પ્રચાર પડઘમ શાંતહવે ગુજરાતમાં શરૂ થશે ડોર-ટુ-ડોર પ્રચાર; 7મીએ 4.97 કરોડ મતદારો દેખાડશે 'મત'નો પાવર!પાટીદારોની પત્રિકા કાંડમાં ધાનાણી કેમ ભરાયા? CCTV જાહેર થયા બાદ સૌથી મોટો ધડાકોGujarat Weather'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહારbank holidayકટ્ટર મુસ્લિમ મૌલાનાને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, ખુલ્યું પાકિસ્તાન કનેક્શન!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

STOP THE ELECTION CAMPAIGN લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી પ્રચાર પડઘમ શાંત STOP THE ELECTION CAMPAIGN STOP THE ELECTION CAMPAIGN TOTAL 4.97 CRORE VOTERS WILL VOTE IN THE STATE ON

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.
Read more »

2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયારPM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે
Read more »

ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?Loksabha Election 2024: ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મ રથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરશે.
Read more »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
Read more »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેઅંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
Read more »

હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?Rajkot Atal Sarovar: આવતીકાલે રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ થયેલ અટલ સરોવર આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અટલ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ સાથે જ દુબઈના સરોવર જેવો નજારો રાજકોટ જોવા મળશે.
Read more »



Render Time: 2026-04-02 06:24:57