Delhi Blast: NIA દ્વારા દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટના કેસમાં જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરીને બીજી મોટી ધરપકડ કરી છે. એજન્સીની તપાસના તારણોથી સંકેત મળે છે કે, આતંકી હમાસ જેવા હુમલાની તૈયારીમાં હતા.
NIA દ્વારા દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટના કેસમાં જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરીને બીજી મોટી ધરપકડ કરી છે. એજન્સીની તપાસના તારણોથી સંકેત મળે છે કે, આતંકી હમાસ જેવા હુમલાની તૈયારીમાં હતા.
સેનાપતિ મંગળનો દુર્લભ રાજયોગ, આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ; નોકરી-બિઝનેસમાં થશે પ્રગતિ!ગુજરાત પર ડબલ આફત! ચક્રવાત બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહીHoroscope 19 નવેમ્બરથી આ 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, બુધના નક્ષત્રમાં મંગળનું ગોચર લાવશે બનાવશે નાણાકીય સ્ત્રોત ! રાષ્ટ્રીય તપાસ એજન્સી એ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટના કેસમાં સહ-કાવતરાખોર જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરીને બીજી મોટી ધરપકડ કરી છે. દાનિશે દિલ્હી બ્લાસ્ટમાં હુમલાખોર ડો. ઉમર ઉન નબી સાથે કામ કર્યું હતું. દાનિશે 10 નવેમ્બરના રોજ થયેલ આતંકી હુમલા પહેલા ડ્રોનમાં બદલાવ કર્યા હતા અને રોકેટ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમનો ઈરાદો ઘાતક હમાસ જેવા આતંકી હુમલાઓને અંજામ આપવાનો હતો.તપાસથી સંકેત મળે છે કે, આતંકવાદીઓ 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલા જેવા જ હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હમાસે પણ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે ખૂબ જ શક્તિશાળી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.NDTV ઇન્ડિયાએ સૂત્રોને ટાંકીને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અનંતનાગના કાઝીગુંડનો રહેવાસી દાનિશ ડ્રોનમાં બદલાવ કરીને તેમાં મોટી બેટરીઓથી સજ્જ કરી રહ્યો હતો. જેથી તેમાં કેમેરાની સાથે ભારે બોમ્બ પણ લોડ કરી શકાય. એક સૂત્રએ જણાવ્યું કે, દાનિશને નાના હથિયારબંધ ડ્રોન બનાવવાનો અનુભવ છે. ડ્રોનને મોડિફાય કરીને તેને ખૂબ જ શક્તિશાળી અને ઘાતક બનાવવામાં લાગ્યો હતો.સૂત્રએ જણાવ્યું કે, આ ટેરર મોડ્યુલનો પ્લાન મોટી સંખ્યામાં લોકોના જીન લેવાનો હતો. વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલના આતંકવાદીઓએ ભીડભાડવાળા વિસ્તારમાં અત્યંત ઘાતક બોમ્બથી સજ્જ ડ્રોનને મોકલવાની યોજના બનાવી હતી. સૂત્રોનું માનીએ તો હમાસ જેવા જૂથો તેમના હુમલાઓને અંજામ આપવા માટે આવી જ વ્યૂહરચનાઓ અપનાવતા રહ્યા છે. સીરિયામાં પણ આવા હુમલાઓની પેટર્ન જોવા મળી છે.આવી સ્થિતિમાં જ્યારે આ સામાન્ય બની ગયું છે કે આતંકવાદીઓ ઘાતક હુમલાઓને અંજામ આપવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકે છે, ત્યારે આવા જોખમોનો સામનો કરવા માટે વિવિધ દેશોએ તેમની તકનીકી ક્ષમતાના આધારે અલગ-અલગ સ્તરે પોતાને તૈયાર પણ કર્યા છે.પીટીઆઈના રિપોર્ટ અનુસાર, દાનિશે ડ્રોન મોડિફિકેશનની સાથે રોકેટ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને દેશમાં ભીષણ આતંકી હુમલાઓને અંજામ આપવા માટે ડો. ઉમરને તકનીકી મદદ કરી હતી. NIAની ટીમે દાનિશની શ્રીનગરમાંથી ધરપકડ કરી છે. દાનિશ દિલ્હી બોમ્બ હુમલાનો સક્રિય સહ-કાવતરાખોર છે. તેણે આતંકવાદી ઉમર ઉન નબી સાથે મળીને કામ કર્યું હતું.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.cave house75 રૂપિયાથી તૂટીને 1 રૂપિયાની નીચે આવી ગયો આ શેર, હવે સતત લાગી રહી છે અપર સર્કિટ !'મિશન 100 કલાક': 30 વર્ષનો હિસાબ કાઢશે ગુજરાત પોલીસ,DGPએ શરૂ કરી રાજ્ય વ્યાપી ઝુંબેશઆ દેશ બન્યો દુનિયાનો પહેલો કેશલેસ દેશ, બાળકોથી લઈ વૃદ્ધો કરે છે ડિજિટલ પેમેન્ટશેખ હસીનાની ફાંસીની સજા પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યુંબાબા વેંગાની ભવિષ્યવાણીથી સોના પર શું થશે અસર? 2026નો ભાવ સાંભળી લોકો ગભરાયા !
Delhi Blast Delhi Car Blast Blast In Delhi Delhi Bomb Blast Lal Quila Blast Lal Quila Car Blast Lal Quila Bomb Blast દિલ્હી બ્લાસ્ટ દિલ્હી કાર બ્લાસ્ટ હમાસ આતંકી હુમલો NIA એસઆઈએ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Delhi Blast: NIA की कस्टडी में भेजा आमिर राशिद अली, 10 दिन होगी पूछताछ; खुल सकते हैं बड़े राजदिल्ली में कार ब्लास्ट की साजिश रचने के आरोप में आमिर राशिद अली को एनआईए ने गिरफ्तार किया है और उसे 10 दिन की हिरासत में भेज दिया है। वह आतंकी उमर नबी का साथी है और दोनों ने मिलकर ब्लास्ट की योजना बनाई थी। एनआईए को पूछताछ में कई अहम खुलासे होने की उम्मीद...
Read more »
Delhi Car Blast मध्ये 'त्या' बुटामुळे 9 जणांचा मृत्यू; कारमध्ये TATP चा अंश! विमान स्फोटाचं कनेक्शनDelhi Red Fort Hyundai i20 Car Blast Shocking Details: दहशतवादी डॉक्टरसंदर्भातील धक्कादायक माहिती समोर आली असून तपास यंत्रणांना स्फोट झालेल्या कारच्या सांगाड्यामध्ये तसे पुरावेही सापडलेत.
Read more »
NIA ने दिल्ली धमाकों में एक और आरोपी को किया गिरफ्तार, कश्मीर का रहने वाला है जसीर बिलाल वानी- red fort explosion nia arrests another accused in delhi blasts jasir bilal wani is resident of kashmir
Read more »
Delhi Red Fort Blast: NIA Reveals Amir’s Involvement — Safe Houses, Support Networks, And IED MakingDelhi Red Fort Blast: While seeking 10 days custody of Amir Rashid Ali, the NIA said that he arranged a safe house for the accused Umar Un Nabi. It is also alleged that he assisted him in preparing an IED, which was used in the blast near the Red F
Read more »
Delhi Red Fort Blast: এনআইএর জালে উমরের সঙ্গী জাসির, ড্রোন-রকেট হামলার ভয়ংকর পরিকল্পনা...NIA arrests Umar associate Jasir in Delhi Red Fort blast case
Read more »
Delhi Blast: ചെങ്കോട്ട സ്ഫോടനം: ഉമർ നബിയുടെ മറ്റൊരു സഹായി കൂടി അറസ്റ്റിൽDelhi Blast: ശ്രീനഗർ സ്വദേശിയായ ജസീർ ബീലാൽ വാണിയാണ് എൻഐഎയുടെ പിടിയിലായത്.
Read more »
