Gujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
Gujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાત ના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયોદૈનિક રાશિફળ 26 એપ્રિલ: આજે જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે, વાણી પર નિયંત્રણ રાખવું'હીરામંડી'ના સ્ક્રીનિંગમાં ટીવી સ્ટાર્સની ધૂમ, ફોટા જોઈ થઈ જશે ફીદા ગુજરાત ના વાતાવરણમાં મોટી ઉથલપાથલ મચી રહી છે.
હજી તો એપ્રિલ મહિનાની ગરમી શરૂ જ થઈ છે. ત્યાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી ગયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. ગરમી, વરસાદ, ગરમી, વરસાદનું આવનજાવન ચાલુ જ છે. ત્યારે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે. સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લાઓમાં કમોસમી માવઠું આવ્યું છે. જોકે, માવઠાને પગલે ગુજરાતના આ શહેરોના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગરમીનો પારો નીચે ગયો છે. પરંતું બીજી તરફ, માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા સાથે વરસાદ મહેમાન બન્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરતના માંડવી, ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું છે. માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માંડવી તાલુકામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે વલસાડ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને મોટું ટેન્શન ચઢ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું છે. વહેલી સવારથી વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું છે. વ્યારા શહેરના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી માવઠાને લઈ વાતવરણમાં ઠંડક વધી છે, તો સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાને લઈ કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંદાયો છે. તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે. ઝરમરીયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી અગાશીમાં સૂતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીAmbalal PatelLok Sabha Election 2024Akshaya Tritiyabreaking news'નામદાર'ના તું તડાકનો 'કામદારે' કેવી રીતે આપ્યો જવાબ? શું છે વારસાગત ટેક્સની માથાકૂટbreaking news
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Read more »
આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
Read more »
ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
Read more »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
Read more »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Read more »
