PM Modi In Gujarat : બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ... દેવમોગરામાં કર્યા મા પાંડોરીના દર્શન.. તો ડેડિયાપાડામાં યોજ્યો ભવ્ય રોડ શો.. રાજ્યને આપશે 9700 કરોડના વિકાસકાર્યોની ભેટ..
PM Modi In Gujarat : બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ . દેવમોગરામાં કર્યા મા પાંડોરીના દર્શન. તો ડેડિયાપાડામાં યોજ્યો ભવ્ય રોડ શો. રાજ્યને આપશે 9700 કરોડના વિકાસકાર્યોની ભેટ.તમે જોયું કે નહિ ગુજરાતનું આ અભ્યારણ્ય? શિયાળાની શરૂઆત થતા જ લાખો વિદેશી પક્ષીઓએ અડ્ડો જમાવ્યોUnlucky Zodiac Sign in 2026 : 2026ની 5 સૌથી કમનસીબ રાશિઓ, નવું વર્ષ શરૂ થતા જ દુ:ખોના પહાડ તૂટી પડશે! મોટી ધનહાનિના યોગMahalakshmi Rajyog: મંગળ-ચંદ્રમાની યુતિથી બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, મહાધનવાન બનશે જાતક ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોગરધામમાં આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતા ની પૂજા કરીને શીશ નમાવ્યું.
PM Modi In Gujarat : બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ... દેવમોગરામાં કર્યા મા પાંડોરીના દર્શન.. તો ડેડિયાપાડામાં યોજ્યો ભવ્ય રોડ શો.. રાજ્યને આપશે 9700 કરોડના વિકાસકાર્યોની ભેટ..તમે જોયું કે નહિ ગુજરાતનું આ અભ્યારણ્ય? શિયાળાની શરૂઆત થતા જ લાખો વિદેશી પક્ષીઓએ અડ્ડો જમાવ્યોUnlucky Zodiac Sign in 2026 : 2026ની 5 સૌથી કમનસીબ રાશિઓ, નવું વર્ષ શરૂ થતા જ દુ:ખોના પહાડ તૂટી પડશે! મોટી ધનહાનિના યોગMahalakshmi Rajyog: મંગળ-ચંદ્રમાની યુતિથી બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, મહાધનવાન બનશે જાતક ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોગરધામમાં આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાની પૂજા કરીને શીશ નમાવ્યું. જેના બાદ તેમણે ડેડિયાપાડાથી 9700 કરોડના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ આપી છે. ડેડિયાપાડાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પ્રસંગે ભવ્ય રોડ શો યોજાયો હતો. ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિને લઈ પીએમ મોદી ડેડિયાપાડા પહોંચ્યા છે. જ્યાં તેમણે જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાના ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી. મોટી સંખ્યામાં લોકો પીએમના રોડ શોમાં ઉમટ્યા હતા. પરંપરાગત આદિવાસી વસ્ત્રો પહેરી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.આજના જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.પીએમ નરેન્દ્ર મોદીનું સભા કહ્યું કે, અટલ બિહારી વાજપેયીની ભાજપની સરકાર બની ત્યારબાદ પહેલીવાર જનજાતિય કલ્યાણ મંત્રાલય બન્યું. કોંગ્રેસની સરકાર બની ત્યારબાદ તેમણે મંત્રાલય બંધ કરી દીધું હતું. આજે અમે જનજાતિયના વિકાસનો મુદ્દો ઉઠાવ્યો છે. આદિવાસી વિસ્તારમાં સ્થિતિ બહુ સારી ન હતી. અંબાજીથી ઉમરગામ સુધી એક પણ યોગ્ય અંગ્રેજી સ્કૂલ નહોતી. કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા. સાયન્સની જે સ્કૂલ આદિવાસી વિસ્તારમાં નહોતી તે મુખ્યમંત્રી બન્યા બાદ આજે 10 હજાર સ્કૂલો છે. ગુજરાતમાં બે ટ્રાઇબલ યુનિવર્સિટી પણ બનાવી. ડેડીયાપાડામાં પીએમ મોદીના રોડ શો દરમિયાન બિરસા મુંડા બનેલ બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધોરણ 3 માં અભ્યાસ કરતા નિત્યમ ઠાકરેને તેના માતા પિતાએ ભગવાન બિરસા મુંડાના પાત્રના સ્વાંગમાં લઈને આવ્યા હતા. પીએમ મોદીએ બાળકનું અભિવાદન ઝીલ્યું હતુ. આ તકે બાળકના પિતા અરુણ ઠાકરે અને માતા મંગલા ઠાકરેએ કહ્યું કે, ગવાન બિરસા મુંડાના સંસ્કારો અમારા બાળકમાં આવે એટલે મેં બાળકને પાત્ર બનાવ્યું. ડેડીયાપાડામાં આવી પીએમ મોદીએ શોભા વધારી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર બાદ એરપોર્ટ પર જોરશોરમાં તૈયારી ચાલી રહી છે. સુરતથી દિલ્હી જવા રવાના થાય તે પહેલા સુરતમાં એરપોર્ટની બહાર જાહેર સભા યોજાશે. બિહાર ઇલેક્શન જીત્યા બાદ સુરતમાં વસતા બિહારીઓનો અભિવાદન સમારોહ યોજાશે. જેથી મોટી સંખ્યામાં સુરતમાં રહેતા બિહારીઓ સુરત એરપોર્ટ સભા સ્થળે પહોંચ્યા છે. આ માટે એરપોર્ટ પરિસરમાં ત્રણ કલાકમાં જ તૈયાર થઈ ગઈ છે. 10 થી 15 હજાર સુરતમાં વસતા બિહારી લોકોનું પ્રધાનમંત્રી અભિવાદન ઝીલશે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની રજૂઆત બાદ કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી. પ્રધાનમંત્રી સ્ટેજ પરથી એરપોર્ટ ખાતે મંચ પરથી બિહાર સમાજના લોકોનું અભિવાદન સાથે સંબોધન કરશે. 1500થી વધુ પોલીસ કર્મચારી સહિતનો સ્ટાફ સુરક્ષામાં અને કાર્યક્રમની તૈયારીમાં જોડાયો છે. માત્ર ત્રણ કલાકમાં જ એરપોર્ટ પરિસરમાં ભવ્ય કાર્યક્રમની તૈયારી થઈ ગઈ. પીએમ મોદીએ ડેડિયાપાડામાં સભાને સંબોધતાં કહ્યું હતું કે, દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાને તેમની ૧૫૦મી જન્મજયંતિ પર સો સો વંદન. આદિવાસી ગૌરવ દિવસના આ શુભ પ્રસંગે, સમગ્ર રાષ્ટ્ર માતૃભૂમિના સ્વાભિમાનનું રક્ષણ કરવામાં તેમના અજોડ યોગદાનને આદરપૂર્વક યાદ કરી રહ્યું છે. વિદેશી શાસનના અન્યાય સામે તેમનો સંઘર્ષ અને બલિદાન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે. આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ ભવ્ય રાજ્ય ઝારખંડના તમામ રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન બિરસા મુંડાની આ ભૂમિનો ઇતિહાસ હિંમત, સંઘર્ષ અને આત્મસન્માનની વાર્તાઓથી ભરેલો છે. આજે, આ ખાસ પ્રસંગે, રાજ્યના મારા પરિવારના તમામ સભ્યો સાથે, હું રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરું છું.એક સમય હતો જ્યારે ગુજરાતના આદિવાસી પ્રદેશોની હાલત ખૂબ જ ખરાબ હતી, અને ઘણા વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહ ચલાવતી એક પણ શાળા નહોતી.જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો, ત્યારે અમે મોટા સુધારાઓ રજૂ કર્યા. આજે, આ જ આદિવાસી પ્રદેશોમાં દસ હજારથી વધુ શાળાઓ છે. અટલ બિહારી વાજપેયી પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા અને ભાજપે સરકાર બનાવી, ત્યારે દેશમાં પહેલી વાર આદિવાસી સમુદાયો માટે એક અલગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે. આ ઉપરાંત NDAએ હંમેશા આદિવાસી સાથી નેતાઓને શીર્ષ પદો આપ્યા છે. આ ભાજપ જ કરી શકે એમ છે.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છSBI decisionPM Modi Gujarat visitઓખા: લગ્નજીવનના વિવાદમાં હચમચાવનારી ઘટના; યુવકે સળગતી હાલતમાં પત્ની સાથે બાથ ભીડી!કરોડોની મોંઘીદાટ કાર ખરીદતા પહેલા ચેતજો! ગ્રાહક બળદગાડા સાથે બાંધીને શો-રૂમ પહોંચ્યોGold price predictionBhavnagar
Dev Mogra Dham Pandori Mata PM Modi Narendra Modi PM Modi Will Visit Gujarat Pay Homage To Goddess Devmogra Symbol Of Faith Of All Tribals Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ 15મીએ PM મોદી લેશે મુલાકાત દેવમોગરા ધામ આદિવાસીઓના કુળદેવી બિરસા મુંડાની 150મી જન્મજયંતી આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી માતા દેવમોગરા ધામ પાંડોરી માતા જનજાતિય ગૌરવ દિવસ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
मोदी आज गुजरात में ₹9700 करोड़ के प्रोजेक्ट्स शुरू करेंगे: बिरसा मुंडा के जयंती कार्यक्रम में जाएंगे; सूरत ...Prime Minister Narendra Modi Gujarat Bhavnagar Visit LIVE Update.
Read more »
PM Modi: पीएम मोदी आज गुजरात को देंगे 9,700 करोड़ की सौगात, परियोजनाओं का उद्घाटन-शिलान्यास करेंगेप्रधानमंत्री नरेंद्र मोदी जनजातीय गौरव दिवस मनाने और भगवान बिरसा मुंडा की 150वीं जयंती समारोह में भाग लेने के लिए आज शनिवार को गुजरात का दौरा करेंगे। इस दौरान प्रधानमंत्री नर्मदा जिले में 9,700
Read more »
TOP News: बिहार में NDA की प्रचंड जीत; सर्दी की बढ़ी रफ्तार; गुजरात को आज पीएम मोदी की सौगात, पढ़ें अहम खबरेंबिहार में एनडीए की प्रचंड जीत के साथ राजनीतिक माहौल गर्म है, जहां सामाजिक समीकरण और महिला वोटरों ने तस्वीर बदल दी है। इसी बीच प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात को 9,700 करोड़ रुपये
Read more »
प्रधानमंत्री मोदी आज गुजरात दौरे पर, विकास परियोजनाओं का उद्घाटन करेंगेप्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात में जनजातीय गौरव दिवस मनाएंगे और भगवान बिरसा मुंडा की 150वीं जयंती समारोह में भाग लेंगे। इस दौरान, वे 9,700 करोड़ रुपये से अधिक की विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे, जिनमें आदिवासी कल्याण, बुनियादी ढांचे, स्वास्थ्य, शिक्षा और विरासत पर जोर दिया जाएगा। वे देवमोगरा मंदिर में पूजा करेंगे, जनसभा को संबोधित करेंगे, और पीएम-जनमन और डीए-जगुआ के तहत बने घरों का गृह प्रवेश कराएंगे। इसके अलावा, एकलव्य मॉडल आवासीय विद्यालयों, एक सक्षमता केंद्र, और जनजातीय अनुसंधान संस्थान भवन का उद्घाटन भी करेंगे। वे बुलेट ट्रेन परियोजना की प्रगति की भी समीक्षा करेंगे।
Read more »
