Rashtriya Ekta Diwas: 31 ઓક્ટોબરે સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિ છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કેવડિયા ખાતે એકતા દિવસ પરેડ પણ યોજાવાની છે. જેમાં પીએમ મોદી હાજરી આપશે.
Rashtriya Ekta Diwas : 31 ઓક્ટોબરે સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિ છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કેવડિયા ખાતે એકતા દિવસ પરેડ પણ યોજાવાની છે. જેમાં પીએમ મોદી હાજરી આપશે.
142 દિવસ બાદ યોગનિદ્રામાંથી જાગશે ભગવાન વિષ્ણુ, આ 4 રાશિઓને થશે છપ્પરફાડ ધનલાભ; મળશે સફળતા!Shani gochar 2025પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી 30 ઓક્ટોબરે સાંજે 4 કલાકે વડોદરા પહોંચશે. 31 ઓક્ટોબરે લગભગ સવારે 8 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. ત્યારબાદ, લગભગ 10:45 વાગ્યે, તેઓ આરંભ 7.0 ખાતે 100માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રી એકતા નગરમાં વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને વિસ્તારમાં ટકાઉ વિકાસ પહેલને પ્રોત્સાહન આપવાનો છે. ₹1,140 કરોડથી વધુના કુલ રોકાણ સાથે, આ પ્રોજેક્ટ્સ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આસપાસના વિસ્તારમાં ઇકો-ટુરિઝમ, ગ્રીન મોબિલિટી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી; ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ ; વામન વૃક્ષ વાટિકા; સતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઇલેક્ટ્રિક બસો; નર્મદા ઘાટ એક્સટેન્શન; કૌશલ્યા પથ; એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીનો વોકવે , સ્માર્ટ બસ સ્ટોપ , ડેમ રેપ્લિકા ફુવારો, GSEC ક્વાર્ટર્સ વગેરે સામેલ છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ₹150ના મૂલ્યનો એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે.પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB તેમજ વિવિધ રાજ્ય પોલીસ દળોના જવાનોનો સામેલ થશે. આ વર્ષના મુખ્ય આકર્ષણોમાં રામપુર હાઉન્ડ્સ અને મુધોલ હાઉન્ડ્સ જેવા ભારતીય નસ્લના શ્વાન સાથે BSF માર્ચિંગ ટુકડી, ગુજરાત પોલીસની માઉન્ટેડ ટુકડી, આસામ પોલીસની મોટરસાઇકલ ડેરડેવિલ શો, અને BSF ઊંટ ટુકડી તેમજ ઊંટ સવારી બેન્ડ સામેલ થશે. આ પરેડમાં ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન અસાધારણ હિંમત દર્શાવનારા CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ અને BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી બદલ સન્માનિત કરવામાં આવશે. આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરવામાં આવશે, જે"વિવિધતામાં એકતા" થીમ પર આધારિત છે. 900 કલાકારો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવતા શાસ્ત્રીય ભારતીય નૃત્યો રજૂ કરવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રી"આરંભ 7.0"ના સમાપન પર 100માં ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આરંભની 7મી આવૃત્તિ"શાસનની પુનઃકલ્પના" થીમ પર યોજાઈ રહી છે. 100માં ફાઉન્ડેશન કોર્સમાં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂટાનની 3 સિવિલ સર્વિસીસના 660 અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્Air PollutionBraham muhuratsir process 12 statesસૌથી ઝડપી 100 વિકેટ, બુમરાહથી પણ ખતરનાક બોલર... T20ના કિંગ પર ગંભીરનું 'ગ્રહણ'Dinesh Karthikloss to farmers
Sardar Vallabhbhai Patel Narmada Vadodara Gujarat Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
PM Kisan 21வது தவணை இந்த நாளில் கிடைக்கும்: 10 கோடி விவசாயிகளுக்கு குட் நியூஸ்PM Kisan Latest News: பிஎம் கிசான் திட்டத்தின் 21வது தவணை எப்போது வரும்? இது குறித்து வந்துள்ள முக்கிய அப்டேட்டை இந்த பதிவில் காணலாம்.
Read more »
PM விஸ்வகர்மா யோஜனா : மத்திய அரசு கொடுத்த முக்கிய அப்டேட்PM Vishwakarma Yojana 2025: பிஎம் விஸ்வகர்மா திட்டம் குறித்த முக்கிய அப்டேட்டை மத்திய அரசு வெளியிட்டுள்ளது. முழு விவரம் இங்கே தெரிந்து கொள்ளுங்கள்
Read more »
9 Killed In Israeli Attacks On Gaza After Netanyahu Instructs ‘Forceful Strikes’This development comes after PM Netanyahu instructed the Israeli military to immediately carry out forceful strikes in the Gaza Strip, his office said in a short statement.
Read more »
Cloud Seeding: क्लाउड सीडिंग का दिल्ली के कुछ इलाकों में दिखा असर, PM 2.5 और पीएम 10 में आई मामूली कमीCloud seeding impact in some areas of Delhi, with a slight reduction in PM 2.5 and PM 10 says Rekha government Cloud Seeding: क्लाउड सीडिंग का दिल्ली के कुछ इलाकों में दिखा असर, PM 2.5 और पीएम 10 में आई मामूली कमी
Read more »
मौत के बाद Satish Shah को पद्मश्री दिलाने की गुजारिश, PM Modi को लिखा गया खतस्क्रीन पर आते ही सबके चेहरों पर मुस्कान लाने वाले अभिनेता सतीश शाह का 25 अक्टूबर को निधन हो गया था। उन्होंने बड़े पर्दे के साथ-साथ छोटे पर्दे पर भी खूब काम किया। चार दशक तक दर्शकों को एंटरटेन करने वाले सतीश शाह की मौत के बाद हाल ही फिल्म फेडरेशन में प्रधानमंत्री नरेंद्र मोदी को खत लिखा...
Read more »
PM Modi Bihar Visit: बारिश बदल सकता है PM मोदी का रूट, पटना से सड़क मार्ग के जरिए छपरा आने की संभावनाप्रधानमंत्री मोदी के बिहार दौरे पर बारिश का असर पड़ सकता है। ख़राब मौसम के कारण उनके रूट में बदलाव संभव है। वे पटना से सड़क मार्ग के जरिए छपरा आ सकते हैं, क्योंकि बारिश की वजह से हेलीकॉप्टर का इस्तेमाल मुश्किल हो सकता है। अंतिम निर्णय मौसम की स्थिति को देखकर लिया...
Read more »
