ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે. આ સ્ટેપનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વિકલાંગ વ્યક્તિઓ સહિત અનામત વર્ગોના ઉમેદવારોને દેશની ટોચની B-શાળાઓ દ્વારા ઓફર કરવામાં આવતા મેનેજમેન્ટમાં ડોક્ટરલ પ્રોગ્રામ માટે અરજી કરવા સક્ષમ બનાવવાનો છે.
Tomato Juice Benefits: 1 મહિના સુધી રોજ પીવો ટામેટાનો જ્યૂસ, આ બિમારીઓથી મળશે છૂટકારો, જાણો ફાયદાદિવાળીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, 500 વર્ષ બાદ બનશે ત્રિપલ રાજયોગ, રાજા સમાન જીવન જીવશે આ રાશિઓઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા PHD માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. IIM અમદાવાદ પ્રથમ વખત PHDમાં પ્રવેશ માટે અનામત નીતિ લાગુ કરવા જઈ રહી છે, જે અંતર્ગત ઓબીસી, એસસી, એસટી અને વિકલાંગ ઉમેદવારોને પીએચડી કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉમેદવારો માટે અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં ભણવાની ઉત્તમ તક ઉભી થઈ છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ એ જાહેરાત બહાર પાડી છે કે તે"સરકારી માર્ગદર્શિકા" મુજબ 2025થી પીએચડી પ્રવેશમાં અનામતનો અમલ કરશે. ક્વોટા સિસ્ટમ કેવી રીતે અમલમાં આવશે તે અંગે પ્રીમિયર બિઝનેસ સ્કૂલ દ્વારા કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી. આઈઆઈએમએ ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે તે 2025 થી ડોક્ટરેટ પ્રોગ્રામમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ તેમજ વિકલાંગ ઉમેદવારો માટે અનામત લાગુ કરી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં IIM અમદાવાદમાં પીએચડી એડમિશનના મામલે અનામત નીતિનો અમલ ન કરવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. જે બાદ આઇઆઇએમ અમદાવાદ દ્વારા હાઇકોર્ટને પીએચડીમાં પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. એફિડેવિટ ફાઈલ કરતાં સમયે IIM અમદાવાદે જણાવ્યું હતું કે, PHD પ્રેક્ટિસમાં પ્રવેશ માટે અનામત નીતિના અમલ માટે આંતરિક સમિતિની રચના કરીને વર્ષ 2025થી PHD પ્રવેશ પ્રક્રિયામાં આરક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે. IIMA વેબસાઈટ પર પોસ્ટ કરાયેલ 'PhD એડમિશન 2025' ની જાહેરાત જણાવે છે કે"પ્રવેશ દરમિયાન આરક્ષણ માટેની ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે". આગામી વર્ષથી સંસ્થામાં ક્વોટા શરૂ કરવામાં આવશે. ડોક્ટરલ પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે અને ઇન્ટરવ્યું આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાય તેવી શક્યતા છે. IIM અમદાવાદે 19મી સપ્ટેમ્બરથી PHDની પ્રેક્ટિસ માટે ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડ્યા છે. જેમાં અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે પરંતુ અનામત ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા રહેશે. આ પ્રથમ વખત છે જ્યારે IIM અમદાવાદ અનામત હેઠળ PHD કોર્સમાં ઉમેદવારોને પ્રવેશ આપશે, આ પહેલાં IIM અમદાવાદે PHD પ્રવેશ પ્રક્રિયામાં અનામત નીતિ લાગુ કરી ન હતી. IIM અમદાવાદમાંથી અત્યાર સુધીમાં કુલ 471 ડોક્ટરલ વિદ્યાર્થીઓ ડોક્ટરલ પ્રોગ્રામમાંથી સ્નાતક થયા છે. વર્ષ 2025 માટે IIM અમદાવાદે 20 જાન્યુઆરી 2025 સુધીમાં PHDમાં પ્રવેશ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. IIM અમદાવાદે ઇકોનોમિક્સ, ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ, ફૂડ એન્ડ એગ્રીબિઝનેસ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, ઇનોવેશન એન્ડ મેનેજમેન્ટ ઇન એજ્યુકેશન, માર્કેટિંગ, ઓપરેશન એન્ડ ડિસીઝન સાયન્સ, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, પબ્લિક સિસ્ટમ્સ અને સ્ટ્રેટેજી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. તે પછી, ઉમેદવારોને માર્ચ અને એપ્રિલ 2025 માં ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા શરતોનું પાલન કરીને પ્રવેશ આપવામાં આવશે.stock marketPost Office Time DepositRatan Tataમહિનામાં 10 કિલો વજન ઉતારવું છે? અપનાવો આ 1 આદત, ગણતરીના દિવસોમાં જોવા મળશે ફરકsports newsમારા પિતાના લીધે મને બોલીવુડમાં ના મળ્યું કામ! ખાવાના ફાંફા હતા, આજે છે સુપરસ્ટારPM scholarship 2024
Reservation Reservation Policy Phd Scholars Government Guidelines Gujarati News અનામત આઈઆઈએમ અમદાવાદ Education News Education Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Waterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમWaterborne Diseases: વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.
Read more »
અમદાવાદ નહીં ગુજરાતના આ શાનદાર શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગારHigh Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે.
Read more »
BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તકIND vs BAN Test Series: બીસીસીઆઈએ માત્ર પ્રથમ ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Read more »
ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
Read more »
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
Read more »
ગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયાઅમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના બે ગાર્ડનમાં નાગરિકોને પ્રવેશ કરવા માટે ફી ચુકવવી પડશે. અમદાવાદ પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સીજન પાર્કમાં પણ હવે ફી ચુકવવી પડશે.
Read more »
