Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે સગી જનેતાએ દીકરા સાથે મળી 22 વર્ષીય દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે, દીકરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય જે માતા ને મંજૂર નહોતું, પરંતુ દીકરીને તેની સાથે જ લગ્ન કરવા હતા, જેથી માતાપુત્રએ દિકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી...
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે સગી જનેતાએ દીકરા સાથે મળી 22 વર્ષીય દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે, દીકરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય જે માતા ને મંજૂર નહોતું, પરંતુ દીકરીને તેની સાથે જ લગ્ન કરવા હતા, જેથી માતાપુત્રએ દિકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી, જોકે કાયદાની આંખે ગુન્હાનો ચિતાર રજૂ કરતા ભાંડો ફૂટી ગયો, પોલીસે માતાપુત્રને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ, 24 કલાકમાં 25 તાલુકામાં માવઠું; આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીદૈનિક રાશિફળ 26 ઓક્ટોબર: આજે મિથુન રાશિના લોકોને જીવનસાથીના કારણે આર્થિક લાભ અને સન્માન મળશે, આજનું રાશિફળShukra rashi parivartanસાંભળીને જ હૃદયમાં કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધના કારણે એક 22 વર્ષીય યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં હત્યારાઓ બીજા કોઈ નહીં પરંતુ યુવતીની સગી જનેતા અને ભાઈએ મળીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી છે. યુવતીની નિર્મમ રીતે હત્યા કરી તેના મૃતદેહનો નજીકના ચેકડેમમાં નિકાલ કરી નાખ્યો હતો. જોકે પિતાએ દીકરી ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાસ થયો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.ભાવનગર શહેર નજીક આવેલું અને જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરતા હિંમતભાઈ હરજીભાઈ સરવૈયા નોકરી પરથી ઘરે આવતા તેણે પોતાની 22 વર્ષીય દીકરીને ઘરે નહીં જોતા પતિને દયાબેનને દીકરી અંગે પૂછપરછ કરી હતી. જેના જવાબમાં માતા દયાબેને કહ્યું હતું કે દીકરી પારૂલ ઘરની પાછળ આવેલા ચેકડેમ પાસે કુદરતી હાજતે ગઈ છે, જે બાદ મોડે સુધી દીકરી પરત નહીં ફરતા પિતાએ શોધખોળ બાદ દિકરી પારૂલબેન ગુમ થયા અંગે વરતેજ પોલીસ મથકે જાણ કરી હતી. જેના બીજા દિવસે ભીકડા ગામ નજીક આવેલા ખાલી પડેલા ચેકડેમ પાસેથી ગુમ થયેલ પારૂલબેનનો લોહીલુહાણ હાલતે મૃતદેહ મળી આવતા તેના પિતાએ વરતેજ પોલીસને જાણ કરી હતી. જેથી વરતેજ પોલીસ કાફલો ઘટના સ્થળ પર ધસી ગયો હતો, તપાસ દરમ્યાન યુવતીના શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ આરંભી હતી. પીએમ રિપોર્ટમાં પણ યુવતી પારૂલબેનનું મોત ઈજાઓના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.ભીકડા ગામે રહેતી અને હિંમતભાઈ હરજીભાઈ સરવૈયાની ૨૨ વર્ષીય દીકરી પારૂલબેન સરવૈયા છેલ્લા એક વર્ષથી સિહોર ખાતે રહેતા વિવેક નામના યુવાનના પ્રેમમાં પડી હતી. ઈન્સ્ટાગ્રામ પર બંનેનો પરિચય થયો હતો, જે બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. મોડે સુધી ઈન્સ્ટાગ્રામ પર દીકરી પારૂલ વાતો કરતી હોય તેના ભાઈ પ્રકાશ સરવૈયા અને માતા દયાબેનને દીકરીના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ જતા તેણે દીકરી પારૂલ ને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. પરિણામે પારૂલ અને તેના પરિવાર વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા હતા. અનેકવાર સમજાવ્યા છતાં પારૂલ પોતાની વાત પર અડગ રહી હતી અને પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. જેમાં તારીખ 18 ઓક્ટોબરે દીકરી પારૂલબેન સિહોરના વિવેક સાથે વાત કરતા ઝડપાઈ ગઈ હતી. જેથી માતાપુત્રએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવેક સાથે લગ્ન માટે પારૂલ અડગ રહેતા માતાપુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ તેની માતા દયાબેને પારૂલબેનનું મોઢું દબાવી દીધું હતું, તે સમયે તેના ભાઈ પ્રકાશે તીક્ષ્ણ હથિયારના ગળા અને પેટના ભાગે ઘા ઝીંકી દઈ પારૂલબેનની હત્યા કરી દીધી હતી. જે બાદ તેના મૃતદેહને પ્લાસ્ટિકની તાડપત્રીમાં લપેટી ઘર પાછળ વાડામાં સંતાડી ઘરમાં પડેલા લોહીના ડાઘ ધોઈ નાખ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે પારૂલબેનના મૃતદેહને ગામ નજીક આવેલા ખાલી પડેલા ચેકડેમમાં લઈ જઈ ફેંકી દઈ ગુન્હો છુપાવવા તાડપત્રી અને લોહીવાળા કપડાં પણ સળગાવી દીધા હતા.પારૂલબેનનો મૃતદેહ ભીકડા નજીકના ખાલી પડેલા ચેકડેમ માંથી મળી આવ્યા બાદ પોલીસે કરાવેલા પેનલ પીએમ માં પારૂલ ની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી, તપાસ દરમ્યાન પોલીસને પારૂલ અને વિવેક વચ્ચેના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ હતી, જે બાબતે વિવેક ની પૂછપરછ કરી હતી, જેમાં પારૂલબેનની માતા અને ભાઈ લગ્ન માટે તૈયાર ના હોવા અંગે પોલીસને બાતમી મળી હતી, જે બાદ પોલીસે એફએસએલ અને ડોગ સ્કોર્ડની મદદ લઈ ગુન્હો ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા હતા.. જેમાં પોલીસ વિભાગના બિન નામના શ્વાને હત્યારાઓ ને ઓળખી બતાવ્યા હતા, પોલીસ ડોગ ને સ્થળ પર લઈ ગઈ હતી, તેમજ આજુબાજુના પગમાર્કની ગંધ પારખી શ્વાને તેના ઘર ભણી દોટ લગાવી હતી, જેમાં પરિવાર સાથે બેસેલા તેના ભાઈ પ્રકાશ સરવૈયા અને માતા દયાબેન સરવૈયાએ શ્વાને ઓળખી બતાવતા પોલીસે તેના પિતા હિંમતભાઈ, માતા દયાબેન અને ભાઈ પ્રકાશ સરવૈયાને પોલીસ મથકે લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરતા તેની માતાએ દીકરા સાથે મળી દિકરી પારૂલબેનની હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે માતા પુત્રને હત્યાના ગુન્હામાં ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીકિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરઘર ખરીદવું કે ભાડે રહેવું? 5 ટકા ફોરમ્યુલાથી સોલ્વ થશે મધ્યમવર્ગીય પરિવારનું ટેન્શનInd vs AusBihar elections 2025donald trumpબે કોળિયા ઓછા ખાજો, પણ આ ટેસ્ટ જરૂર કરાવી લેજો, માત્ર 2000 રૂપિયામાં ખબર પડશે કેન્સરભયંકર મોટું તોફાન બંગાળની ખાડીમાંથી આવશે, IMD એ આપ્યું એલર્ટ, એક-બે નહિ ચાર રાજ્યોમ
Gujarati News Bhavnagar Mother Daughter Love Affair Kills Daughter Son
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Jharkhand News: सरकारी अस्पतालों को मिले 22 दंत चिकित्सक,जेपीएससी ने जारी किया परिणामराज्य के सरकारी अस्पतालों को 22 नए दंत चिकित्सक मिले हैं। झारखंड लोक सेवा आयोग ने दंत चिकित्सकों की नियुक्ति के लिए 25 सितंबर को हुए साक्षात्कार का परिणाम जारी किया। इसमें 22 अभ्यर्थी सफल घोषित किए गए। इनमें अनारक्षित श्रेणी के 10 आर्थिक रूप से कमजोर श्रेणी के दो एसटी के छह एससी के तीन तथा ओबीसी श्रेणी के एक अभ्यर्थी सम्मिलित...
Read more »
Kerala Lottery: இன்று ரூ.1 கோடி பரிசு யாருக்கு? பாக்யதாரா BT-22 லாட்டரி குலுக்கல்!Kerala Lottery News in Tamil: கேரளா பாக்யதாரா 22 லாட்டரி குலுக்கலில் வெற்றி பெற்ற அதிர்ஷ்ட எண்களின் முழு பட்டியல்
Read more »
Breaking News Today LIVE: दिवाळीच्या दुसऱ्या दिवशी मुंबईची हवा वाईट श्रेणीत एक्यूआय 211 वरMaharashtra Breaking News Today LIVE Updates 22 October 2025: राज्य ते देश, मनोरंजन ते राजकारण.. प्रत्येक क्षेत्रातील घडामोडींचे अपडेट्स जाणून घ्या लाईव्ह ब्लॉगच्या माध्यमातून...
Read more »
भारत-नेपाल के खुनवा बॉर्डर पर नेपाली तस्कर धरा... 5 किलो चांदी-सोना और 3.80 लाख नकदी जब्तUP News: भारत-नेपाल सीमा पर एसएसबी और पुलिस ने एक नेपाली नागरिक को 5.063 किलोग्राम चांदी, 22 ग्राम पीली धातु और 3,80,300 रुपये भारतीय मुद्रा के साथ गिरफ्तार किया।
Read more »
श्रेयश तलपडे-आलोक नाथ समेत 22 लोगों के खिलाफ मुकदमा दर्ज, जानें पूरा मामलाBaghpat News: बॉलीवुड अभिनेता श्रेयश तलपडे और आलोक नाथ समेत 22 लोगों के खिलाफ मुकदमा दर्ज, 500 लोगों से 5 करोड़ की ठगी का है मामला
Read more »
बलिया में भड़का जातिगत तनाव: दो समुदायों के बीच हिंसक झड़प, गीतों के विवाद में हुआ खूनी संघर्ष, 22 घायलUP News: बलिया के अधिसुझवा गांव में जातीय गीतों को लेकर यादव और बिंद समुदायों के बीच हिंसक झड़प हुई, जिसमें 22 लोग घायल हो गए।
Read more »
