લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી.
ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ લેઉવા પાટીદાર સમાજ ની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે.
delhi ncr heat wave update newsshaniwar upayChaturgrahi Yog: ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ રાજકોટમાં ગત રોજ પાટીદાર સમાજની વાયરલ પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં બન્ને ઉમેદવાર પાટીદાર છે, પરંતુ જેની સૌથી વધુ મત છે તે લેઉવા પાટીદારના પરેશ ધાનાણીને કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાાલાને ભાજપે ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે 4 યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ લાલચોળ થઈ છે. આ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી. શું પરશોત્તમ રૂપાલા સામે આવી કાર્યવાહી કરી? તેવો પ્રશ્ન કોર્ટે પણ કર્યો હતો. લેઉવા પટેલનો દરેક દીકરો ખોડલધામ સાથે જોડાયેલો છે.તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના વોર્ડ પ્રમુખ અને શહેર પ્રમુખે ફરિયાદ નોંધાવી પાટીદાર પત્રિકા અંગે વધુ માહિતી સમાજ સુધી પહોંચાડી હતી. તેમણે ફરિયાદ કરી તેના કારણે સમાજ જાગૃત થયો છે. ખોડલધામ મંદિરના નરેશ પટેલ સમાજની માતૃ સંસ્થા અને સમાજના આગેવાન છે. નરેશ પટેલ કોઈ પાર્ટીને સમર્થન ન કરતા હોય. રાજકીય કિન્નાખોરીથી ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું હસમુખ લુણાગરીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે ફરિયાદ કરી ખૂબ સારું કામ કર્યું છે. લેઉવા પટેલોને જાગૃત કર્યા અને શું કરવું જોઈએ તેમને જ સમાજને રાહ ચીંધી.નોંધનીય છે કે રાજકોટમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ત્યારે ચૂંટણીને બે સમાજ વચ્ચેની લડાઈ બનાવી દેવાનો પ્રયાસ કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો. એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે. જેમાં લખાયું હતું કે, 20 વર્ષ પછી રાજકોટમાં લેઉવા પાટીદારના આંગણે પ્રસંગ આવ્યો છે. રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે, 7 તારીખે પ્રસંગના દિવસે માણસો ન ઘટવા જોઈએ. પત્રિકામાં કોઈને સીધુ સમર્થન કે વિરોધ નથી કરાયો. પરંતુ લેઉવા પાટીદાર લખીને આડકરતી રીતે કોંગ્રેસને સપોર્ટ કરાયો છે.આ પત્રિકાઓ વાયરલ થયા બાદ ભાજપના નેતા મહેશ પીપરિયાની ફરિયાદ બાદ 4 યુવક સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ચારેની ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. તો આ મામલે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ કર્યા હતા. તો કાયદાએ કાયદાનું કામ કર્યું પરંતુ કોંગ્રેસે તેને સમાજ સાથે જોડીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો.ભારતમાં એક કમનસીબી છે કે આપણે હજુ પણ જ્ઞાતિ-જાતિ અને સમાજના વાડામાં બંધાયેલા છીએ. આ મારા સમાજનો નેતા છે, આ મારી જ્ઞાતિનો ઉમેદવાર છે. કોઈ સમાજથી ઉપર દેશ કે રાષ્ટ્રનું નથી વિચારતું. ગુજરાતમાં ઘણા સમાજે છેલ્લા કેટલાક સમયથી એ સાબિત કરી દીધું છે કે રાષ્ટ્ર કરતાં પહેલા સમાજ અને જ્ઞાતિ હોય છે. જેમાં વધુ એક ઉમેરો રાજકોટમાં વાયરલ થયેલા આ પોસ્ટરોએ કર્યો છે. જોવું રહ્યું કે, આગળ શું થાય છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીgujaratLok Sabha Election 2024Lok Sabha Election 2024રાજકોટમાં ફરી ડખો, લેઉવા પાટીદાર સમાજ નારાજ! પત્રિકા વિવાદમાં કોના સામે કસાયો ગાળિયો'પાલનપુરમાં બે લોકોનો ત્રાસ', ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપતા ગુજરાતની રાજનીતિમા ગરમાવોBudget Friendly Car
Gujarat Loksabha Election 2024 Election 2024 Gujarat BJP Big Revelations Patidar Leader Naresh Patel લેઉવા પાટીદાર સમાજ પત્રિકા વાયરલ થવાનો મુદ્દો ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન સમાજમાં વ્યમનસ્ય પરસોતમ રૂપાલા ખોડલધામ ભાજપના વોર્ડ પ્રમુખ શહેર પ્રમુખ માતૃ સંસ્થા સમાજના આગેવાન રાજકીય કિન્નાખોરી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
Read more »
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
Read more »
કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
Read more »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
Read more »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
Read more »
TMKOC માં સોઢીના પુત્ર બનેલા ગોગીએ ગુરુચરણ સિંહ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો છેલ્લે શું થઈ હતી વાતટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ગુરુચરણ સિંહનો હાલ કોઈ અત્તોપત્તો નથી. સોઢીના પુત્ર ગોગીની ભૂમિકા ભજવનારા સમય શાહે ગુરુચરણ સિંહ વિશે ખાસ જાણકારી આપી છે. ગુરુચરણ સિંહ સાથે છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે સમય શાહે જણાવ્યું.
Read more »
