ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે જીવલેણ ચાઈનીઝ દોરી નું ગેરકાયદેસર વેચાણ પણ થઈ રહ્યું છે. રાજ્યમાં ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે પરંતુ કેટલાક લોકો ગેરકાયદેસર તેનું વેચાણ કરે છે. અમદાવાદ માં ચાઈનીઝ દોરી વેચતા બે ઝડપાયા છે.
Rahu Gochar 2025: રાહુની વક્રી ચાલ કરશે માલામાલ, નવા વર્ષમાં આ 3 રાશિઓની મોતીની જેમ ચમકશે કિસ્મત!રાજ્યભરમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, તુક્કલના વપરાશ કે ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય કેટલાક શખ્સો આ પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ દોરીનું વેચાણ કરતા હોય છે. તેવામાં શહેરના ઝોન-7 ડીસીપીની એલસીબી સ્ક્વોડને જુહાપુરા વિસ્તારમાં બે શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાતમી મળતાં ૭૪ રીલ સાથે ઝડપી પાડ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ તથા ચાઇનીઝ તુક્કલોનો વેપાર કરતા તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અંકુશ મેળવવા અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ ના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. ત્યારે નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ના શિવમ વર્માની સૂચનાથી ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં એલસીબી સ્ક્વોડે જુહાપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સને ૭૪ ટેલર સાથે ઝડપી પાડ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોન-૦૭ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી. જાડેજા તેમના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે અ.હેડ કોન્સ. નસરુલ્લાખાન હબીબખાન તથા પો.કો. ઇરફાન કાસમભાઇને ચાઇનીઝ દોરીનું વેચાણ થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશન જુહાપુરા વિસ્તારમાંથી રૂ. ૩૭,૦૦૦ના કુલ ૭૪ ટેલર સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૨૮૨૪૦૭૯૧/૨૦૨૪ ધી ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૨૩ તથા ધી જી.પી.એક્ટ કલમ ૧૧૩, ૧૧૭, ૧૩૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.Mumbai boat tragedyland allotment policyબ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદાYear Ender 2024GSRTCAustria Coupleશિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
ચાઈનીઝ દોરી ગેરકાયદેસર વેચાણ પોલીસ અમદાવાદ ઉત્તરાયણ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
કેવી રીતે પૈદા થાય છે જોડકા બાળકો? એક્સપર્ટ પાસેથી જાણો કઈ મહિલાઓમાં હોય છે આવી સંભાવના?Twin Baby Factors: અમુક મહિલાઓને ઝુડવા બાળકો પેદા થાય છે, જે સામાન્ય ઘટના છે. જોકે, આ એક અદ્દભૂત અને દિલસ્પર્શ પ્રક્રિયા છે. ઝુડવા બાળકોનો જન્મ ત્યારે થાય છે જ્યારે એક મહિલા ગર્ભધારણ કરે છે અને તેના ગર્ભમાં એક સાથે બે બાળકો વિકસિત થાય છે.
Read more »
એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
Read more »
વાવાઝોડું કેટલે પહોંચ્યું, એકસાથે આવી રહેલા બે વાવાઝોડા અંગે મોટી ખબરAmbalal Patel Prediction : વાતાવરણમાં ઝડપથી મોટા બદલાવ થઈ રહ્યાં છે. તેની અસર જનજીવન પર થઈ રહી છે. હજી માંડ ઠંડીએ ચમકારો બતાવવાની શરૂઆત કરી છે, ત્યાં વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. ભારતના દરિયાકાંઠે એકસાથે બે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે હવે વાવાઝોડાની લગતી નવી આગાહી શું છે તે જાણો.
Read more »
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
Read more »
કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
Read more »
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે અમદાવાદના સંગઠનમાં આવશે મોટા બદલાવGujarat BJP organization Changes : ભૈગોલિક સ્થિતિ મુજબ અમદાવાદમાં કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ એમ બે ભાગમાં શહેર એકમને વિભાજિત કરાશે, હવે ભાજપ અમદાવાદને વહેંચશે, બે પ્રમુખ રહેશે
Read more »
