Vadodara Murder Case ; વડોદરાના મકરપુરામાં 42 વર્ષીય અનુપ પટેલનો મૃતદેહ લઈને પરિવારજનો પહોંચ્યા પોલીસ સ્ટેશન. પોલીસ સમક્ષ કરી ન્યાય અપાવવા માંગ. ઉત્તરાયણના આગલા દિવસે થઈ હતી અનુપની હત્યા. હજુ સુધી અન્ય આરોપીઓ છે પોલીસ પકડથી દૂર
ઉત્તરાયણ પર અનુપ પટેલની હત્યા : ભાભી-ભત્રીજીએ હાથ જોડીને વિનંતી કરી, પણ પાડોશીએ જરા પણ દયા ન દાખવી!: વડોદરા ના મકરપુરામાં 42 વર્ષીય અનુપ પટેલનો મૃતદેહ લઈને પરિવારજનો પહોંચ્યા પોલીસ સ્ટેશન. પોલીસ સમક્ષ કરી ન્યાય અપાવવા માંગ.
ઉત્તરાયણના આગલા દિવસે થઈ હતી અનુપની હત્યા. હજુ સુધી અન્ય આરોપીઓ છે પોલીસ પકડથી દૂરTravel Tips: ગોવા કરતાં મજા બમણી અને ખર્ચો થશે ઓછો, ટેંટ સિટીમાં રહી શાંતિથી પસાર કરો રજાઓ, જાણો આ જન્નત જેવી જગ્યા વિશે બધું જપિતા-પુત્રની દુશ્મનાવટ ખુબ ભારે પડશે, આ તારીખથી સંભાળીને રહેજો આ 4 રાશિવાળા, ધનોતપનોત નીકળી જશે!ફેબ્રુઆરી મહિનો છે ભારે! આ વિસ્તારોમાં આવી શકે છે ભયાનક પલટો, જાણો શું કહે છે અંબાલાલની આગાહી?દૈનિક રાશિફળ 15 જાન્યુઆરી 2026: સિંહ રાશિએ ઉતાવળમાં કોઈ કાર્ય ન કરવું, મીન રાશિએ આજે વિવાદથી બચવું, આજનું રાશિફળ વડોદરાના મકરપુરા વિસ્તારમાં ઉતરાયણની ઉજવણી વચ્ચે એક ભયાનક અને ખૂની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. તહેવારની ખુશી, પતંગો અને ઉત્સાહ વચ્ચે માત્ર વાહન પાર્ક કરવાની નજીવી બાબતને લઈને શરૂ થયેલો ઝગડો લોહિયાળ અંજામ સુધી પહોંચી ગયો. ઉતરાયણની આગલી રાત્રે ઉગ્ર બનેલા આ વિવાદમાં એક યુવકની નિર્દય હત્યા કરવામાં આવી. સૌથી કરૂણ અને હૃદયદ્રાવક દ્રશ્ય એ હતું કે, ઘટનાના સમયે મૃતકની ભાભી અને નાની ભત્રીજી આરોપીઓને રોકવા માટે બૂમો પાડતી રહી, હાથ જોડીને વિનંતી કરતી રહી, પરંતુ આરોપીઓ પર કોઈ અસર પડી નહીં. આવેશ અને હિંસક વૃત્તિએ માનવતા પર હાવી થઈ એક નિર્દોષ યુવકનો જીવ લઈ લીધો. આ ઘટના માત્ર એક ઝગડો નહીં, પરંતુ સમાજમાં વધતી અસહિષ્ણુતા, કાયદાના ભયના અભાવ અને નાની બાબતોમાં હિંસા તરફ વળતી માનસિકતાને ઉજાગર કરે છે. ચાલો જાણીએ આ ખૂની ઘટનાની સંપૂર્ણ વિગત.મકરપુરા વિસ્તારની શિવશક્તિ નગર સ્થિત જશોદા કોલોનીમાં ઉતરાયણની આગલી રાત્રે આ કરૂણ ઘટના બની હતી. મૃતક અનુપ ગજાનંદ પટેલના ઘર પાસે એક પીકઅપ વાન પાર્ક કરવામાં આવી હતી. અનુપે પાર્કિંગ બાબતે વાંધો ઉઠાવતા પાર્ક કરેલી ગાડીની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. આ વાતની જાણ પડોશમાં રહેતા પીકઅપ વાનના માલિક સુભાષ રામવૃક્ષ યાદવને થતાં મામલો તણાવપૂર્ણ બની ગયો. ગુસ્સે ભરાયેલા સુભાષ યાદવે પોતાના ભાઈ અને ભત્રીજાને બોલાવી લીધા અને ત્રણેયે મળીને અનુપ સાથે ઉગ્ર ઝગડો શરૂ કર્યો. ઝગડો એટલો વધી ગયો કે આરોપીઓએ અનુપ પર ગડદા-પાટુનો વરસાદ કર્યો અને નજીક આવેલી લોખંડની જાળી સાથે તેનું માથું વારંવાર અથડાવ્યું. ગંભીર ઇજાઓના કારણે અનુપ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો અને થોડી જ વારમાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.જશોદા કોલોનીમાં જ્યારે આ ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો ત્યારે સમગ્ર વિસ્તાર ભયમાં સરકી ગયો હતો. મૃતકની ભાભી અને નાની ભત્રીજીએ આરોપીઓથી અનુપને બચાવવા માટે સતત પ્રયાસ કર્યા, બૂમાબૂમ કરી અને આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા, પરંતુ કોઈ મદદ સમયસર પહોંચી ન શકી.ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સુભાષ યાદવ સહિત મનુ યાદવ અને રાહુલ યાદવની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મનુ યાદવ અને રાહુલ યાદવ પિતા-પુત્ર છે. આવેશ અને ઉગ્રતામાં કરાયેલા આ કૃત્યમાં એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માત્ર વાહન પાર્ક કરવાની નજીવી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વડોદરા શહેરને ચોંકાવી દીધું છે. પટેલ પરિવાર માટે ઉતરાયણનો પાવન તહેવાર જીવનભર માટેના શોકમાં ફેરવાઈ ગયો છે. પરિવારજનોએ એક પુત્ર, પતિ અને પિતા ગુમાવ્યો છે, જ્યારે બીજી તરફ યાદવ પરિવારના ત્રણ સભ્યો હવે જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. સ્થાનિક રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને. આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે નાની બાબતમાં આવેશ અને હિંસક વૃત્તિ કેટલો મોટો વિનાશ સર્જી શકે છે. હાલ મકરપુરા પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.આજે ન્યાયની માંગ સાથે પરિવારજનો મૃતદેહ સાથે મકરપુરા પોલીસ મથક પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ન્યાયની ગુહાર સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. પરિવારે પોલીસની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા. માત્ર ત્રણ લોકોની ધરપકડ કરી હજુ વધુ લોકોની ધરપકડ બાકી છે તેવું પરિવારે જણાવ્યું. તો બીજી તરફ, પરિવારજનોનો રોષ પારખી જતા ડીસીપી ઝોન 3 પોલીસ મથકે પહોંચ્યા હતા અને તમામ આરોપીઓની ધરપકડ કરવા આશ્વાસન આપ્યું હતું. ડીસીપી અભિષેક ગુપ્તાએ કહ્યું કે, તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. પોલીસની વિવિધ બ્રાન્ચની વિવિધ ટીમો કામ કરી રહી છે. જે પણ સીસીટીવી ફૂટેજ અને નિવેદનમાં જાણવા મળશે તેમની ધરપકડ કરાશે. પોલીસે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ત્રણ આરોપી અને ઝડપી પાડ્યા હતા. પરંતું સમગ્ર બાબતે મૃતકની પત્ની અનુપ પટેલે કહ્યું કે, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. હજુ વધુ આરોપી પકડવાના બાકી છે. અમે નામ આપ્યા છે, આરોપીઓને ફાંસી આપો.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છShakun ApshakunIndia Free Trade Dealબગદાણા વિવાદમાં સમાધાનના સૂર? વાઘાણી-સોલંકીની મુલાકાતથી સોશિયલ મીડિયામાં ચર્ચાGujarat Polticsભાખરીના લોટમાં 2 ચમચી આ વસ્તુ ઉમેરી દેજો, ક્રિસ્પી બનશે ભાખરી, 2 દિવસ પોંચી નહીં પડેComedy TV Serial
Crime News Uttarayan Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ વડોદરા ક્રાઈમ સમાચાર મર્ડર કેસ ઉત્તરાયણ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bishnu Mal Murder Case: প্রথমে খুন, তারপর দেহ ছয় টুকরো করে...চুঁচুড়ার নারকীয় ঘটনায় ফাঁসির সাজা!Bishnu Mal Murder Case Seven sentenced to death for brutal murder in Chinsura
Read more »
Bishnu Mal Murder Case: খুব তাড়াতাড়ি বেরব,ফাঁসির সাজা শুনেও নির্বিকার চুঁচুড়ার নারকীয় খুনের দোষী বিশাল...Bishnu Mal Murder Case death penalty for the murderer in brutal Chinsurah murder
Read more »
Tangra Murder Case: সেদিন শেষবারের মতো ট্যাংরার দে-বাড়িতে পুজো করতে গিয়েছিলেন বুলা ব্রাহ্মণ, তারপর...Tangra Murder Case Updates Tangra Murder Case Tangra triple murder case Kolkata mystery murders Tangra Deaths priest dipak chowdhury
Read more »
कब्र में जिंदा दफनाया, 3 साल उसके ऊपर किया डांस: नौकर से मिला शहजादी के कातिल का सुराग, कोर्ट ने सुनाई फांस...Shakereh Khaleeli Murder Case - Madhya Pradesh (MP) Swami Shradhananda (Murali Manohar Mishra) Crime Case Story Explained.
Read more »
Kolkata Businessman Murder: ঘরের মধ্যেই... নিউটাউনে স্বর্ণ ব্যবসায়ী খুনে ভয়ংকর স্বীকারোক্তি বিডিওর বাড়ির কাজের লোকের! পুলিসের হাতে চাঞ্চল্যকর CCTV ফুটেজ...Kolkata Businessman Murder: Newtown businessman murder case Police find CCTV footage and servant says what happened
Read more »
Meerut Murder Case: ৯ মাসের গর্ভবতী! প্রসব বেদনা উঠতেই... সন্তানের জন্ম দিলেন স্বামীহন্তা মুসকান?Meerut Murder Case: Meerut Blue Drum Case Accused Muskan Rastogi Likely To Deliver Baby Today
Read more »
